આવી છું

આવી છું


કોહવાય ગયેલા આ જીવતર ને,

થોડીક તાજગી મળે તે માટે અરજ લઈને,

આવી છું.


અંખીયું માં આંસુ ને મનમાં  મુંજવણ  લઈ,

તારા દર પર એક અરજ લઈને,

આવી છું.


કોઈ ના સમજી શકે તુજ વિના મુજને,

માટે જીવતર ની કથા સંભળાવવા,

આવી છું.


કોણ સાંભળે આ જીવતર ની દાસ્તાન મારી,

માટે દિલ ની એક વાત કહેવા,

આવી છું .


મૌલા તુજ ને જ સર્વસ્વ માનીને આજે,

તન મન ધન તારા શરણે કરવા,

આવી છું .


મારા જીવન ની હર એક પળ,

મૌલા તારા નામે કરવા,

આવી છું .


કાંઈ ના જાણું કે સમજુ તુજ વિના મૌલા,

હુતો જિંદગી નો સંસાર છોડી તારી પાસે,

આવી છું .


‘શીરીન’ ભૂલીને આ દુનિયા ને આજે,

તારી પાસે પ્રેમ નો ઈઝહાર કરવા,

આવી છું.


-શિરીન

Leave a comment